પુલવામા: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સુરક્ષાદળોએ બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા. આ અથડામણ પુલવામાના તિકેન વિસ્તારમાં થઈ. મળતી માહિતી મુજબ હજુ પણ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. જેમની શોધમાં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચેની આજની બેઠક ટળી, કૃષિ કાયદા પર સંશોધિત પ્રસ્તાવ આપશે સરકાર


જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીએ કહ્યું કે પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ માર્યા ગયા. આતંકીઓની હજુ ઓળખ થઈ નથી. સુરક્ષા દળોનું ઓપરેશન હજુ ચાલુ છે. 


અત્રે જણાવવાનું કે બુધવારે વહેલી સવારે પુલવામાના તિકેન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળો જ્યારે વિસ્તારમાં આતંકીઓની શોધ કરી  રહ્યા હતા ત્યારે જ આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી. બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. 


Covaxin: જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News


જમ્મુ અને કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફની જોઈન્ટ ટીમ આ ઓપરેશન કરી રહી છે. એક ગુપ્ત બાતમી મળ્યા બાદ આતંકીઓની શોધ માટે સર્ચ અભિયાન શરૂ કરાયું હતું. આ અગાઉ જમ્મુ અને કાશ્મીરના નગરોટામાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube